Friday, March 14, 2008

વિશ્વભરનાં શેરબજારોનાં સૂપડાં સાફ

રોકાણકારોના સવા ત્રણ લાખ કરોડ ધોવાયાં, સોનું ૧૦૦૧ ડોલર, ક્રૂડ ૧૧૦ ડોલરને વટાવી જતાં ફુગાવાની વધેલી ચિંતા
૨૦૦ અબજ ડોલરના ફેડરલ રિઝર્વના પેકેજ પછી ડાઉ ઈન્ડેકસમાં આવેલો પાંચ વર્ષનો સૌથી મોટો-૪૧૬ પોઈન્ટનો ઉછાળો સાવ ઊભરા જેવો નીવડયો છે. કાર્લાઈલ કેપિટલ સબપ્રાઇમનો નવો શિકાર બની છે. આ પીઈ ફંડ ૧૬.૬ અબજ ડોલરમાં ‘ડિફોલ્ટ’ થયું છે.
બીજી તરફ ક્રૂડ વાયદામાં ૧૧૦.૭૦ ડોલરની નવી ટોચે બોલાયું છે. ડોલર જાપાનીઝ યેન સામે ૧૦૦ યેનની અંદર - ૯૯.૭૭ યેન થયો છે, જે ૯ નવે. ૧૯૯૫ પછીનું તળિયું કહી શકાય. સ્વિસ ફ્રાન્ક, સિંગાપોર ડોલર તેમજ યુરો પણ ડોલર સામે સર્વોરચ સપાટીએ પહોંરયા છે. ડોલરે યુરો સામે ૧.૫૫૯૦નું નવું બોટમ બનાવ્યું છે. યેન સામે તે વધુ ઘટી ત્રણ માસમાં ૯૫ યેન થવાની ધારણા છે.
નબળા ડોલર, ઊંચા ક્રૂડ તથા ફુગાવાના વકરતા ‘હાઉ’ માં સોનાએ આજે - ગુરુવારે ૨૧ ડોલર ઊછળીને ૧૦૦૧ ડોલરની નવી સર્વોરચ સપાટી નોંધાવી છે. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે સોનું રૂ.૧૩૦૬૦ની નવી ટોચે બંધ રહ્યું છે. ચાંદી વિશ્વબજારમાં ૮૬ સેન્ટ ઊંચકાઈ ૨૦૮૬ સેન્ટે આવી ગઈ છે.આ સ્થિતિમાં વૈશ્વિક શેરબજારોની તબિયત ના લથડે એવું બની શકે નહિ.
આજે તમામ અગ્રણી શેરબજારો એક ટકાથી માંડી સાડા ચાર ટકા તૂટયાં છે, આપણે ત્યાં મંદીવાળાને વધુ મોકળું મેદાન મળી જતાં સેન્સેકસ બધાંથી વધુ - ૪.૭૮ ટકા (૭૭૧ પોઈન્ટ) તથા નિફ્ટી ૫.૧ ટકા (૨૪૮ પોઈન્ટ) ગગડયા છે. સેન્સેકસ ઈન્ટ્રા-ડેમાં તો ૮૯૯ પોઈન્ટ તૂટયો હતો. છેવટે બજાર ૧૫૩૫૭ પોઈન્ટ બંધ રહ્યું છે. જે ૩૧ ઓગ.-૦૭ પછીનું તળિયું છે.
રિયલ્ટી, મેટલ, પાવર, પીએસયુ, મિડકેપ, સ્મોલકેપ તથા બેન્ક શેરો સર્વાધિક ખરડાયા હતા. અતિ નેગેટિવ માર્કેટ બ્રેડથમાં ૩૪૫ શેર વઘ્યા હતા, સામે ૨૩૩૨ શેર નરમ હતા. ખરાબ બજારમાં પણ ૬૯ શેર બાયર્સ સર્કિટે બંધ હતા સામે ૪૫૧ શેરોમાં મંદીની સર્કિટ લાગી હતી.બીએસઇનું માર્કેટ કેપ રૂ. ૩.૨૫ લાખ કરોડ ઘટીને રૂ. ૫૧.૨૨ કરોડ થયું છે.
વિશ્વભરનાં શેરબજારોની ખરાબી વરચે ઇજિપ્તનાં શેરબજારે નવું સિમાચિ? સર કર્યું છે. ત્યાંના શેરબજારનો સૂચકાંક હર્મિસ ઈન્ડેકસ ૨૦૫૫ પોઈન્ટના ઉછાળે પ્રથમવાર છ આંકડાને આંબીને ૧૦૧૦૪૫ બંધ રહ્યો છે !
શેરબજારના આંચકા
>> સબપ્રાઈમના આંચકા યથાવત્ : ડૂબતો ડોલર, ઊકળતું ક્રૂડ, ઊછળતું સોનું.
>>સબપ્રાઇમનો નવો શિકાર કાર્લાઈલ કેપિટલ ૧૬.૬ અબજ ડોલરમાં ડિફોલ્ટ.
>>વિશ્વભરનાં શેરબજારો એકથી સાડા ચાર ટકા ગગડયાં, સેન્સેકસમાં વધુ ખરાબી.
>>ડોલર ચેન સામે સવા બાર વર્ષના તળિયે, સ્વિસ ફ્રાન્ક, યુરો તથા સિંગાપોર ડોલર સામે ‘ઓલ ટાઇમ લો !’.
>>સેન્સેકસ ૭૭૧ પોઈન્ટ ગગડી ૩૧ ઓગસ્ટ-૦૭ પછીના તળિયે.
>>રિયલ્ટી, મેટલ, પાવર શેરોમાં મોટી તારાજી.
>>ઇજિપ્તનું શેરબજાર ૨૦૫૫ પોઈન્ટ વધી એક લાખને વટાવી ગયું.

No comments: