છ ફૂટથી વધુ ઉંચાઇ, ટટ્ટાર અને સશકત બાંધો, શ્યામ વર્ણ, માથા પર ફેલ્ટ હેટ અને સૂટ-બૂટમાં સજજ આ મહાશયના હાથમાં વોકિંગ સ્ટિક અને હોઠ વરચે ચિરૂટ ગોઠવી દીધી હોય તો અદૃલ યુરોપિયન લાગે !
‘અલા, તમારી ઓફિસ તો બહુ દૂર છે. હું તો બેરે બેરે પોંરયો !!’
યુરોપશાઇ ઠાઠમાઠના બાહ્ય દેખાવ પર રાજ કરતો તેમનો અસલ ચરોતરી માંહ્યલો મુલાકાતની બીજી જ મિનિટે વર્તાઇ આવે. નામ એમનું શંભુભાઇ પટેલ. વતન પૂછો તો મોં ભરાઇ આવે એવા પોરસ સાથે કહી દે, ‘પાદરા-જંબુસર રોડ પર આવેલું ગજેરા મારું ગામ’ ગામ વિશે પૂછો ત્યાં સુધી ચાલે પણ કામ વિશે પૂછવા માટે એક આખો મહિનો શંભુભાઇના નકશેકદમ પર ભમવું પડે. કારણ કે, વડોદરા જિલ્લાના ગજેરાથી શરૂ કરીને ગુજરાતનાં નાનાંમાં નાનાં ગામડાંથી માંડીને વાયા ગાંધીનગરથી લઇ દિલ્હી સુધી પથરાયેલા શંભુભાઇના કામનો પથારો છેક ફ્રાન્સના પેરિસ સુધી પહોંરયો છે. પણ આટલાં બધાં કામનો એજન્ડા એક જ...ગુજરાત, સૌથી આગળ..સૌથી અનોખું ગુજરાત !
હાલમાં અમેરિકા પછી ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને કંઇ નહીં તો છેવટે કેનેડા ગુજરાતીઓની વિદેશધેલછાના અગ્રતાક્રમો ગણાય છે ત્યારે તમે ફ્રાન્સ સ્થાયી થવાનું કેમ પસંદ કર્યું ? શંભુભાઇની પાણીદાર આંખો શૂન્યમાં તાકીને ત્રીસ વર્ષ જૂનો ઇતિહાસ અવલોકવા લાગે છે. રણકદાર અવાજે તેઓ કહે છે, ‘મૂળ તો હું પર્વતારોહણનો ઇન્સ્ટ્રકટર હતો. કુલુ-મનાલીના પર્વતો પર ચઢાઇ કરવી એ મારી પ્રવૃત્તિ અને દુર્ગમ પહાડો પર જાતે કેડી કંડારીને પાછળ આવનારા માટે રસ્તો કરવો એ મારો શોખ. હિમાલય પછી આરોહણ માટે ભારે મુશ્કેલ ગણાતી આલ્પ્સની પર્વતમાળા પણ મને કાયમ સાદ કરે. દરમિયાન કુલુ-મનાલીમાં પર્વતારોહણ માટે આવતા કેટલાંક યુરોપિયન્સ સાથે પણ પરિચય થયો અને સમાનશોખની ભૂમિકાએ દોસ્તી બંધાઇ. અને એ રીતે આલ્પ્સના સાદનો દોરાયો ૧૯૭૯થી ફ્રાન્સ પહોંરયો અને છેવટે ત્યાં જ વસી ગયો.’ શંભુભાઇની આંખોમાંથી આશ્રયદાતા ફ્રાન્સ પ્રત્યેની કૃતજ્ઞતા સતત છલકાતી રહે છે. ‘ગુજરાતીઓ માત્ર દેખાદેખીના કારણે જ અમેરિકા જવા તડપે છે. ખરેખર તો ભારત છોડીને કયાંય પણ સ્થાયી થવું હોય તો યુરોપ શ્રેષ્ઠ અને યુરોપમાં પણ ફ્રાન્સ ઇઝ ધ બેસ્ટ. અમેરિકાની પદ્ધતિ બરડા ફાટી જાય તેવી મજૂરી કરવા પ્રેરે છે જયારે ફ્રાન્સની ફિલસૂફી જિંદગી જીવી લેવાની તક આપે છે. એટલે જ ત્યાં અઠવાડિયાના ૩૬ કલાક કામની જોગવાઇ છે. બાકીનો સમય તમે આનંદપ્રમોદ કે સ્વવિકાસ માટે વિતાવી શકો.’
બસ, ફુરસદનો એ વૈભવ શંભુભાઇ સ્વ-દેશવિકાસમાં ઓળઘોળ કરી નાખે છે. ફ્રાન્સ આવતા ગુજરાતી ડેલિગેશનનું આતિથ્ય કરવાનું હોય કે ગુજરાતનાં ગામડાંઓે પડી ભાંગતાં અટકાવવાનો ભગીરથ પ્રયાસ હોય, સ્ટુડન્ટ્સ એકસચેન્જ પ્રોગ્રામ હોય કે મિલ્ટનેશનલ કંપનીઓને ગુજરાતમાં મૂડીરોકાણ માટે પ્રેરવાનો ઉધમ હોય, વતન ગજેરા અને આસપાસના વિસ્તારોમાં સમૂહલગ્નોત્સવ હોય કે ગરીબ ઘરના તેજસ્વી વિધાર્થીને પગભર કરવાનો હોય, શંભુભાઇની પ્રવૃત્તિઓની હારમાળા અનેક સ્તર સુધી વિસ્તરેલી છે. એમાં પણ એજન્ડા તો ફકત એક જ..સૌથી આગળ, સૌથી અનોખું ગુજરાત! ૧૯૮૧થી ફેડરેશન ઓફ ગુજરાતી સમાજ યુરોપની સ્થાપના કરીને તેના માઘ્યમથી શંભુભાઇની પ્રવૃત્તિઓ વિસ્તરતી રહે છે.
વાચકોને યાદ હશે, એકાદ વર્ષ પહેલાં ફ્રાન્સના પુરાતત્વનિષ્ણાતો અમદાવાદની પોળોમાં ઘૂમતા નજરે પડયા હતા અને પોળોની ઐતિહાસિક હવેલીઓ-મકાનોની જાળવણીની તરકીબો પણ તેમણે શીખવી હતી. આર્કિયોલોજિકલ સરવેનો એ આખો પ્રોગ્રામ પણ યુરોપ ગુજરાતી સમાજે જ ઘડયો હતો અને તેના પાયામાં હતી શંભુભાઇની વતનપરસ્તી. આ પ્રોગ્રામ અંતર્ગત તેમણે ૪૦૦ કરોડ યુરો ડૉલરનું ફંડ ગુજરાતની પરંપરાગત ધરોહરની જાળવણી માટે એકઠું કરી આપ્યું છે. વિદેશ જઇને કમાયેલું ધન વતનના વિકાસ માટે વાપરનારા ભામાશાઓની કમી નથી. પરંતુ શંભુભાઇની પ્રવૃત્તિઓની વિશિષ્ટતા એ છે કે તેઓ ગુજરાતના તેજસ્વી છાત્રોને પગભર થવા પ્રેરે છે. પેરિસ ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી યુરોપ ગુજરાતી સમાજ ભારત અને ફ્રાન્સ વરચે સ્ટુડન્ટ્સ એકસચેન્જ પ્રોગ્રામ યોજે છે. જે અંતર્ગત ગુજરાતના ૭૦ જેટલાં વિધાર્થીઓ ફ્રાન્સ જઇને ત્યાંનો શૈક્ષણિક-વ્યવસાયિક અનુભવ મેળવી ચૂકયા છે. એ માટે વિધાર્થીઓએ ફકત વિમાન મુસાફરીનો ખર્ચ કરવાનો રહે છે, એ સિવાય ફ્રાન્સમાં તેમના રહેવા-જમવાનો બધો જ ખર્ચ યુરોપ ગુજરાતી સમાજ ભોગવે છે.
પરંતુ જે ગુજરાતી વિધાર્થીઓ બધી જ પાત્રતા છતાં માત્ર આર્થિક સંપન્નતાના અભાવે ઉરચ કારકિર્દીથી વંચિત રહી જાય તેનું શું? ‘હ્યુમન સ્માઇલિંગ પ્રોજેકટ’ જવાબ આપતાં શંભુભાઇનો ચહેરો મલકી ઠે છે. ‘આ પ્રોજેકટ અંતર્ગત અમે ગુજરાતનાં છેવાડાનાં ગામો સુધી પહોંચીને જરૂરિયાતમંદ વિધાર્થીઓને શોધી કાઢીએ છીએ.’ પણ એ માટેની યોગ્યતા? ‘વિધાર્થી બાર ધોરણ પાસ હોવો જોઇએ એટલું જ, બસ !’ આપણી આંખોમાંથી ડોકાતા આશ્ચર્યને ઓળંગીને તેઓ સમજાવે છે, ‘વર્ષ દરમિયાન અમે આવા ૧૦ વિધાર્થીઓની પસંદગી કરીએ છીએ. તેમના માટે અમે એક વર્ષનો તાલીમ કાર્યક્રમ ઘડયો છે. એક વર્ષ માટે તેમનો બધો જ ખર્ચ અમે ઉઠાવીએ છીએ. પણ એ દરમિયાન અમે તેને શિક્ષણ ઉપરાંત વૈશ્વિક ધોરણો મુજબ વ્યવસાય અને વ્યવહારની એવી તાલીમ આપીએ છીએ’
તેઓ પેરિસમાં વસે છે પણ તેમનું ઘડતર તો ગામડાંમાં થયું છે અને ગ્રામ્ય પરિવેશની ખેવના પણ તેમની પ્રવૃત્તિઓનો એક મહત્ત્વપૂણર્ હિસ્સો છે. બધા સ્વીકારે છે કે ગામડાં તૂટી રહ્યાં છે અને ધસારાના કારણે જગ્યા, સુવિધાઓના અભાવે શહેરોની પણ બદહાલી થઇ રહી છે. પરંતુ ગામડાં બચાવવા માટે શું કરી શકાય તેનું એક બેનમૂન મોડેલ શંભુભાઇ સમજાવે છે. ‘ગામડાં તૂટે છે તેનું કારણ શું ? ગામડામાં રહેતા યુવાનને કોઇ યુવતી પરણવા તૈયાર થતી નથી. અમે જે યુવતી ગામડામાં રહેવા માંગતા યુવાનને પરણે તો એ યુગલને જમીન અને ઢોરઢાંખરની સહાય આપી પગભર થવા માટે ટેકો કરીએ છીએ.’ દરેક આયોજનમાં આગવો નવોન્મેષ એ જાણે શંભુભાઇનો ટ્રેડમાર્ક છે. તેનું કારણ જણાવતા મુલાકાતના પ્રારંભે કહેલું વાકય તેઓ ફરીથી દોહરાવે છે..‘જાતે કેડી કંડારીને પાછળ આવનારાઓ માટે રસ્તો તૈયાર કરવો એ મારી હોબી છે’!!

લેખક - ધૈવત ત્રિવેદી
No comments:
Post a Comment