છેલ્લાં વર્ષોમાં ગુજરાત વિધાનસભાનાં દૃશ્યો જૉતાં લાગે છે કે આપણા ધારાસભ્યો સત્તાપક્ષ અને વિપક્ષ વરચેના રચનાત્મક સંબંધોની પરંપરાથી અજાણ છે અથવા સાવ ભૂલી ગયા છે.
ગુજરાતની વર્તમાન વિધાનસભાને ‘સ્વર્ણીમ વિધાનસભા’ બનવાનું સદભાગ્ય સાંપડશે. વિધાનસભાના અઘ્યક્ષપદે જયારે અશોક ભટ્ટની સર્વાનુમતે વરણી થઈ ત્યારે કોઈકે રમૂજમાં કહેલું કે તોફાની વિધાર્થીને મોનિટર બનાવી દેવા જેવી ઘટના ઘટી છે પણ અશોક ભટ્ટ પાસે ગૃહમાં સત્તા અને વિપક્ષ એમ બંને બેંચ પર લાંબા સમય સુધી બેસવાનો સંઘર્ષ અને સંવાદનો લાંબો સંસદીય અનુભવ છે.
સર્વાનુમતે અઘ્યક્ષ વરાયા પછી માજી ધારાસભ્યોને ગૃહમાં આવવા આમંત્રણ આપીને, સભ્યોને લાઇબ્રેરીનો ઉપયોગ કરવાનું જણાવીને તથા સંસદીય જ્ઞાન શિબિર યોજીને અશોક ભટ્ટે અઘ્યક્ષ તરીકે સારી છાપ ઊભી કરી છે. ગૃહના વાતાવરણમાં પણ પરિવર્તન જૉઈ શકાય છે. આજે દેશની સંસદ અને વિધાનગૃહોમાં અભ્યાસ અને શિસ્ત બંને ભૂતકાળની બાબતો બનતી જાય છે.
ગૃહનાં વકતવ્યોમાં પ્રજાકીય પ્રશ્નોની છાંટ કરતાં વ્યકિતગત કે પક્ષીય ટોકા-ટોકી કે આક્ષેપ-પ્રતિઆક્ષેપ વધતાં જાય છે. ઉપયોગી ચર્ચા થવા કરતાં દેખાડો વધુ જૉવા મળે છે. આ સ્થિતિમાં અઘ્યક્ષની કામગીરી કપરી બનતી જાય છે. સદનમાં જે ટીકા થાય તે વહીવટી તંત્રની હોય છે. એ રીતે વિધાનસભાનો વહીવટી તંત્ર પર અંકુશ કે ભય રહે છે. વિપક્ષે રચનાત્મક ટીકા કરવી જૉઈએ અને સત્તા પક્ષે પણ તેને વ્યાપક રચનાત્મક સ્વરૂપમાં લેવી જૉઈએ.
ગુજરાતમાં માત્ર સદનમાં જ નહીં, શાસનમાં પણ સત્તા અને વિપક્ષે અનેક ઉત્કòષ્ટ પ્રણાલીઓ દેશને રાહ ચીંધ તેવી પ્રસ્થાપિત કરી છે. મહાગુજરાતના આંદોલન સંદર્ભે રવિશંકર મહારાજ અને મોરારજી દેસાઈ વરચે વિચારભેદ છતાં ગુજરાતનું ઉદ્ઘાટન તો મોરારજીએ મહારાજ જેવા પવિત્ર ઋષિ પુરુષના હસ્તે જ કરાવ્યું હતું. મહારાજ જીવ્યા ત્યાં સુધી ગુજરાતના મુખ્યમંત્રી શપથ લઈને મહારાજના આશીર્વાદ લેવા જતા.
આજે ગુજરાત પાસે મહારાજ જેવા મોભી નથી પણ ગાંધીઆશ્રમ જેવી પ્રેરણાદાયી ભૂમિ તો છે જ. ભૂતકાળમાં મુખ્યમંત્રીના સોગંદવિધિમાં રાજયના પૂર્વ મુખ્યમંત્રીઓ અને વિપક્ષી નેતા ઉપસ્થિત રહેતા હતા. આજે વિપક્ષી નેતા કે પૂર્વ મુખ્યમંત્રી તો ઠીક ખુદ સત્તા પક્ષના પોતાના જ પૂર્વ મુખ્યમંત્રીઓ હાજર રહેતા નથી. આટલી હદે રાજકીય અસહિષ્ણુતા વધી છે. વિધાનસભામાં વિપક્ષી સભ્યને ઉપાઘ્યક્ષ બનાવવાની પ્રણાલી મુખ્યમંત્રીપદે બાબુભાઈ જ. પટેલ હતા ત્યારે ઊભી કરી હતી, પણ ૧૧મી વિધાનસભાએ ઉપાઘ્યક્ષ વિના મુદત પૂરી કરી હતી તે સત્તા અને વિપક્ષ બંને માટે શોભારૂપ ઘટના નથી.
માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા ત્યારે વિપક્ષી નેતા બાબુભાઈ જ. પટેલને કુદરતી આફતોમાં રાહતકાર્યની સરકારી જવાબદારી સોંપી હતી. સોલંકીએ તે સમયે કહ્યું હતું કે, બાબુભાઈથી વધુ શ્રેષ્ઠ રીતે આ કામ કોણ કરી શકવાનું છે. એ જ ટાણે સમય એવો આવ્યો કે ધારાસભ્યોના પેન્શનની લડત આવી અને બાબુભાઈ સરકારની સામે આવ્યા. તેમણે રાહતની સરકારી કામગીરીમાંથી મુકત થવા મુખ્યમંત્રી માધવસિંહને જણાવ્યું. જવાબમાં માધવસિંહે કહ્યું કે, તમારે બેય કામ ચાલુ રાખવા! સત્તા અને વિપક્ષના નેતાની આનાથી વધુ પરિપકવ સમજનું બીજું કયું ઉદાહરણ હોઈ શકે!
ચીમનભાઈ મુખ્યમંત્રી થયા પછી નર્મદાનું કામ સારી પેઠે ચાલે તે માટે અપક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ પટેલને નર્મદાનું કામ સોંપ્યું. બાબુભાઈને નહીં સમજી શકનારાઓની ટીકાઓને વહોરીને પણ એક પૂર્વ મુખ્યમંત્રીના મોભાનો કશોય ભાર માથે રાખ્યા વિના નર્મદાનું કામ હોવાથી બાબુભાઈએ તે સ્વીકાર્યું. પોતાના જ પક્ષની સરકાર હોવા છતાં તમામ માજી મુખ્યમંત્રીઓ અને જાહેરજીવનના મોભીઓનું ગુજરાતનું વ્યાપક પ્રતિનિધિમંડળ લઈને ચીમનભાઈ વડાપ્રધાન વી.પી.સિંહ પાસે ગયા.
વી.પી. એ કહ્યું, કયા હૈ આજ સારા ગુજરાત આયા હૈ. દિલ્હીમાં પોતાના પક્ષની સરકાર હોય ત્યારે અન્યાયની વાત કરવી અઘરી છે. નર્મદા માટે આર્થિક સંસાધનો, નર્મદા વિરોધીઓના અપપ્રચારનો જડબાતોડ જવાબ અને પુનર્વસનનું જે ઉત્કòષ્ટ કામ મુખ્યમંત્રી ચીમનભાઈ, નર્મદામંત્રી બાબુભાઈ પટેલ અને નિગમના અઘ્યક્ષ સનત મહેતા જેવા ત્રણેય જુદી જુદી પ્રકòતિ અને વિચારોના માણસોએ સાથે મળીને કર્યું તે ગુજરાતના વર્તમાન શાસક અને વિપક્ષ માટે ¼ષ્ટાંતરૂપ છે.
ચીમનભાઈ સમયે તેમણે આંતરરાષ્ટ્રીય જળપરિષ્ાદમાં સત્તા પક્ષના કોઈ સભ્યને બદલે જયનારાયણ વ્યાસ જેવા અભ્યાસી વિપક્ષી સભ્યને જાપાન મોકલ્યા હતા, જેથી ગુજરાતને ફાયદો થાય. મુખ્યમંત્રી કે મંત્રીઓનાં સન્માન તો સૌ કરે પણ ૧૯૮૫માં દલસુખભાઈ ગોધાણી વિપક્ષી નેતા બન્યા ત્યારે ગુજરાતના બૌદ્ધિકો અને સંસ્થાઓએ તેમનું જાહેર સન્માન કર્યું હતું. આમ ગુજરાતમાં સદન અને શાસનમાં સત્તા અને વિપક્ષોના સંબંધોની ઉત્તમ પ્રણાલીઓનાં અનેક ઉત્કòષ્ટ ઉદાહરણો છે.
સત્તા અને વિપક્ષના સભ્યોના વ્યકિતગત સંબંધો ઘણીવાર પોતાના પક્ષના સભ્યો સાથેના સંબંધો કરતાં પણ વધુ સારા હોય છે. આવા સંબંધો ગુજરાતના હિતમાં શું કામ સારા ન હોઈ શકે? માધવસિંહ સોલંકી અને ચીમનભાઈ પટેલ તો લોકઆંદોલનમાં પ્રજાકીય રોષનો ભોગ બનેલા મુખ્યમંત્રીઓ હોવા છતાં સદન અને શાસનમાં સત્તા અને વિપક્ષ વરચે આવી પ્રણાલીઓ ઊભી કરી શકયા હતા જયારે આજે તો ત્રણ-ત્રણવાર દેશના શ્રેષ્ઠ મુખ્યમંત્રી જાહેર થયેલ અને રાજયમાં સૌથી વધુ વખત મુખ્યમંત્રીપદે રહેવાનો વિક્રમ ધરાવનાર નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી છે ત્યારે તેમની પાસે સત્તા અને વિપક્ષો વરચે આનાથી વધુ સારા સંબંધો અને સંવાદની અપેક્ષા અસ્થાને નથી.
ગુજરાતના ઉદ્ઘાટન ટાણે ‘રાજ વિનાના મહારાજ’ રવિશંકર મહારાજે ગાંધીઆશ્રમમાં આપેલા પ્રેરણાત્મક- શિખામણ પ્રવચનમાં કહેલા શબ્દો વિધાનસભા સંકુલમાં કયાંય અંકિત કરવા જેવા છે. મહારાજે કહ્યું હતું કે, ‘બધા જ પક્ષોને મારી વિનંતી છે કે તેઓ એટલું સતત નજર સમક્ષ રાખે કે આપણા પક્ષ કરતાં પ્રજા બહુ મોટી છે.
સમગ્ર રાજય કે દેશના હિત ખાતર પક્ષનું મહત્ત્વ ઓછું આંકવાની પરિપાટી આપણે શરૂ કરવા જેવી છે. વિરોધ પક્ષે વિરોધ ખાતર વિરોધ કરવાનો ન હોય અને રાજકર્તા પક્ષે વિરોધ પક્ષની વાત છે માટે એનો વિરોધ કરવાની પ્રથામાંથી બચવા જેવું છે.’ ઇરછીએ કે ૧૨મી સ્વણaમ વિધાનસભા માટે મહારાજના આ શબ્દો ઋષ્િામંત્રરૂપ સાબિત થાય.

લેખક : મણિલાલ એમ. પટેલ, વરિષ્ઠ પત્રકાર
No comments:
Post a Comment