Thursday, March 13, 2008

યંગ ગ્લોબલ લીડર્સમાં ૧૭ ભારતીયો

નવી દિલ્હી,તા. ૧૨
બજેટ કેરિયર ગો એરના મેનેજિંગ ડિરેકટર જેહ વાડિયા અને માર્કેટ રેગ્યુલેટર સેબીના કારોબારી ડિરેકટર સંદીપ પારેખ સહિત ૧૭ ભારતીયોનો વર્ષ ૨૦૦૮ માટેની યંગ ગ્લોબલ લીડર્સની ર્વાિષક યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમે યુવા લીડરોની યાદી જાહેર કરી છે. વિશ્વભરના ૨૪૫ યુવા લીડરોની યાદીમાં કુલ હાજરીની દૃષ્ટિએ ભારત ચીનથી પાછળ છે. ભારતના યુવા લીડરો ચીન કરતા યાદીમાં ઓછા નોંધાયા છે. ભારતના ૧૭ની સામે ચીનના લીડરોની સંખ્યા ૩૧ નોંધાઇ છે.
વેપાર અને રાજકારણ સહિત તમામ ક્ષેત્રોના યુવા લીડરોની આમાં પસંદગી કરવામાં આવી છે.વિશ્વ આર્િથક મંચે જણાવ્યું છે કે,સમાજ પ્રત્યેની કટિબદ્ધતા, વિશ્વના ભાવિના નિર્માણમાં ભૂમિકા અને તેમની કુશળતાને ધ્યાનમાં લઇને દર વર્ષે ૨૦૦-૩૦૦ યુવા લીડરોને સન્માન આપવામાં આવે છે.
યાદીમાં રહેલા અન્ય ભારતીયોમાં લોકસભાના સાંસદ સચિન પાયલોટ, એસકેએસ માઇક્રો ફાયનાન્સના સીઇઓ અને સ્થાપક વિક્રમ કે. અકુલા, ભાટિયા એન્ટરપ્રાઇઝના ચેરમેન સબીર ભાટિયા, વિપ્રો ઇન્ફ્રાસ્ટકચર એન્જિનિયરીગના મેનેજિંગ ડિરેકટર અનુરાગ બેહર, એનડીટીવીના વરિષ્ઠ પત્રકાર બરખા દત્ત , ગ્લોબલ આઇટીઇએસના સીઇઓ અને પ્રમુખ સુહાસ ગોપીનાથ , પીઆરએસરિસર્ચના ડિરેક્ટર સી. વી. મધુકર અને થર્મેક્સના ચેરમેન મહર પુડુમજીનો સમાવેશ થાય છે.

No comments: