Saturday, March 15, 2008

ડાબેરી બાણશય્યા પર મનમોહન!


ભારતની ભાવિ ઊર્જા- જરૂરિયાતોની સમસ્યા ઉકેલી નાખ્યાની યશકલગી કેવળ પોતાની એકલાની પાઘડીમાં ખોસવા પ્રયાસ કરતા રહેલા મનમોહનસિંહે પુરોગામી નરસિંહ રાવની કાર્યશૈલી પર નજર નાખવી જોઈએ.

 

વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહે વિપક્ષના નેતા અટલબિહારી વાજપેયીને ભારતીય રાજકારણના ભીષ્મપિતામહ ઘોષિત કરી પક્ષીય રાજકારણથી ઉપરવટ જઈ પરમાણુકરારને સમર્થન આપવાની વિનંતી કરી જૉઈ. સંસદીય લોકશાહીમાં રાષ્ટ્રીય હિતના મુદ્દે પ્રત્યેક રાજકીય પક્ષ પોતાના પક્ષીય રાજકારણથી પર રહી નિર્ણયો કરે તે સ્વસ્થ લોકશાહીનું લક્ષણ છે.

પરમાણુઊર્જાનો પ્રશ્ન પણ રાષ્ટ્રીય હિતોનો મહત્ત્વનો મુદ્દો હોઈ વડાપ્રધાનની આ વિનંતી સાવ વાજબી છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે ૨૦૦૫ના જુલાઈમાં પરમાણુઊર્જા અંગે રાષ્ટ્રપતિ બુશ સાથે સમજૂતી થયા પછી છેક અત્યાર સુધી આ રાષ્ટ્રીય હિતના મુદ્દે વડાપ્રધાન કે કાઁગ્રેસ પક્ષે રાષ્ટ્રીય સર્વસંમતિ ઊભી કરવા કોઈ પ્રામાણિક પ્રયાસો કર્યા છે ખરા?

આરંભથી જ, ભારતની ભાવિ ઊર્જા- જરૂરિયાતોની સમસ્યા ઉકેલી નાખ્યાની યશકલગી કેવળ પોતાની એકલાની પાઘડીમાં ખોસી નાખવાનો પ્રયાસ કરતા રહેલા મનમોહનસિંહે પોતાના પુરોગામી નરસિંહ રાવની કાર્યશૈલી પર નજર નાખવી રહી. ૧૯૯૬માં ચૂંટણી હારી ગયા પછી એક પત્ર વાજપેયીને લખી પોતે અમેરિકાના દબાણને કારણે જે કરી શકયા નહતા તે પરમાણુવિસ્ફોટ કરવાની ભલામણ કરી હતી.

આ અગાઉ રાષ્ટ્રસંઘમાં કાશ્મીરની ચર્ચાઓ દરમિયાન વડાપ્રધાન રાવે વિપક્ષના નેતા વાજપેયીને ભારતીય પ્રતિનિધિમંડળના નેતા બનાવી મોકલ્યા હતા.વિપક્ષને સાથમાં રાખી રાષ્ટ્રીય હિતોની રક્ષાના રાવના અભિગમો સામે છેલ્લાં અઢી વષાર્થી ચાલતા રહેલા ભારત-અમેરિકા વરચેના સંખ્યાબંધ દોરમાં ડૉ. સિંહે એક પણ વખત મુખ્ય વિપક્ષ ભાજપ કે અન્ય પક્ષોના પ્રતિનિધિઓને સામેલ કર્યા છે ખરા? વાસ્તવમાં કાઁગ્રેસ પક્ષ એવી માનસિકતાથી પીડાતો રહ્યો છે કે રાષ્ટ્રીય હિતોની રક્ષાનો તેનો ઇજારો ઈશ્વરદત્ત છે અને તેમાં કોઈને સહભાગી બનવાની જરૂર નથી.

હવે જયારે સહયોગી જૂથ એવા ડાબેરીઓ ટેકો પાછો ખેંચી લેવાનું આખરીનામું આપી રહ્યા છે ત્યારે પક્ષીય રાજકારણથી ઉપરવટ જવાની વડાપ્રધાનની વિનંતીનું કોઈ વજૂદ રહેતું નથી પરંતુ જેમ કાઁગ્રેસ આ ઐતિહાસિક સમજૂતીનો પૂરો યશ ખાટવા પોતાનું પક્ષીય રાજકારણ ચલાવતી રહી છે તો ડાબેરીઓ અને ભાજપ પણ આ દોષમાંથી મુકત નથી.

આ કરારથી ભારતની પરમાણુસ્વાયત્તતા ખતરામાં મુકાઈ જશે તેવો ભાજપનો વિરોધ અપ્રસ્તુત છે. વાસ્તમાં વાજપેયી સરકારના શાસનકાળમાં અમેરિકા સાથેના પરમાણુસંબંધો સુધારવાની પ્રક્રિયાનો આરંભ થયો હતો. હાઇડધારાના કારણમાં પણ કંઈ દમ નથી.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં કરારો-સંધિઓ અને સમજૂતીઓનું અલબત્ત મહત્ત્વ છે પરંતુ આવા સંબંધો કેવળ લખાણો આધારિત રહેતા નથી. નક્કર વાસ્તવિકતા એ છે કે આવા સંબંધો પરસ્પર જરૂરિયાત આધારિત હોય છે. ૧૯૭૪ના ઇન્દિરાના પરમાણુવિસ્ફોટ પછી તારાપોર મથકનો પુરવઠો અમેરિકાએ અટકાવી દીધો, ત્યારે જે ભારત હતું તેનાથી સાવ જુદું આજનું ભારત છે.

૧૯૯૮માં વાજપેયીએ પરમાણુવિસ્ફોટ કર્યોત્યારે અમેરિકાએ પ્રતિબંધો તો લાદી દીધા પરંતુ માત્ર બે વષ્ાર્ પછી ઉઠાવી લેવા પડયા. આનું કારણ એ છે કે જે વિશ્વ આકાર લઈ રહ્યું છે તેમાં ભારતને અમેરિકાની જરૂર છે તેના કરતાં અમેરિકાને ભારતની વધારે જરૂર છે.

ભારતે પોતાની શકિત પર વિશ્વાસ હોવો જૉઈએ.ડાબેરીઓનો વિરોધ તેની કટ્ટર અમેરિકા-વિરોધી નીતિઓને કારણે છે. કેવળ પરમાણુકરાર જ નહીં પરંતુ ભારત-અમેરિકા વરચેની લશ્કરી કવાયતો હોય, અમેરિકા સાથે ઉરચ ટેકનોલોજિકલ સહયોગ હોય કે પછી યુદ્ધ જહાજૉની શુભેરછા મુલાકાતો હોય, આ તમામ સામે ડાબેરીઓનો વિરોધ ચાલુ રહ્યો છે.

પક્ષના મહામંત્રી પ્રકાશ કરાતના શબ્દોમાં આ કરારને એકલો પાડી ન જૉવો જૉઈએ- જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે ભારતને લશ્કરી કરારમાં જૉતરવાનો અમેરિકાનો આ પેંતરો છે... વધારામાં ડાબેરીઓ એવી પણ દલીલ કરે છે કે આ કરારથી ભારતની સ્વતંત્ર વિદેશનીતિ સામે જૉખમ ઊભું થઈ રહ્યું છે.

આ તમામ દલીલોમાં અમેરિકા સામેના તેમના આંધળા વિરોધ સિવાય બીજું કશું નથી.ભારતની વિકાસયાત્રા વણથંભી ચાલુ રાખવા પ્રણાલિકાગત ઊર્જાસ્ત્રોતો અપૂરતા છે ત્યારે પરમાણુઊર્જા જ એકમાત્ર વિકલ્પ રહે છે.

આમ છતાં ડાબેરીઓ પોતાના પક્ષીય રાજકારણને પોષ્ાવા સરકારને ગબડાવા સુધીની ધમકીઓ આપી રહ્યા છે અને સરકાર અને તેના સહયોગી ડાબેરીઓ જયારે આમને સામને આવી ગયા છે, ચૂંટણી આવી રહી છે ત્યારે વડાપ્રધાન અને સરકારની મુશ્કેલીઓ કમ કરવામાં ભાજપને પણ સ્વાભાવિક રસ નથી. પરંતુ ઘડિયાળનો કાંટો ઝડપભેર આગળ વધી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી સાથેનો ભારતનો ચર્ચાનો દોર સમાપ્ત થઈ ગયો છે. અમેરિકાના સેનેટરોએ પણ યુરોનિયમનો જથ્થો પ્રાપ્ત થતો રહે તે માટે પરમાણુ સપ્લાયર ગ્રૂપ પાસેથી છૂટ મેળવી, આવતા મે માસ સુધીમાં અમેરિકાની કાઁગ્રેસ સમક્ષ કરારને મંજૂરી માટે રજૂ કરવાની સમયસીમા આપી દીધી છે. આ પછી ત્યાં રાષ્ટ્રપતિની ચૂંટણી હોઈ પરમાણુ-કરાર ખોરંભે પડી જવાની ચેતવણી પણ આપી છે.સરકાર કરારને મંજૂર રાખે તો ડાબેરીઓ ટેકો પાછો ખેંચી લેતા સરકારનું પતન થાય.

ધમકીથી ડરી સરકાર કરારનો વીટો વાળી દે તો આ મુદ્દે વડાપ્રધાને પોતાની તથા સરકારની જે પ્રતિષ્ઠા દાવ પર લગાડી છે તે કરાર રદ થતાં વિદેશમાં ધૂળધાણી થઈ જાય. અને કોઈ કારણસર ડાબેરીઓ કરારને ટેકો આપે તો તેમના આમ કાર્યકરોનો રોષ તો ફાટી નીકળે અને તેમની વિશ્વસનીયતાનું તળિયું નીકળી જાય! જે ચિત્ર આકાર લઈ રહ્યું છે તેમાં ડાબેરીઓએ તૈયાર કરેલી બાણશય્યા પર પોઢેલા મનમોહનસિંહે સરકાર, કરાર કે આબરૂમાંથી કોઈ એકના મોતની પ્રતીક્ષા કરતા રહેવાનું છે!



Looking for last minute shopping deals? Find them fast with Yahoo! Search.

No comments: