Saturday, March 15, 2008

કહેવતો

1. ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે - આરામદાયક જિંદગી.
2. ખાંડણિયામાં માથું ને ધબકારાથી બીવું - કષ્ટ સહન કરવા તૈયાર પછી બીવાની શી જરૂર?
3. ખેંચપકડ, મુજે જોર આતા હૈ - માન માગવું, ખાલી હુંસાતુંસી કરવી.
4. ખોદે ઉંદર, ભોગવે ભોરિંગ - ગુનો કોઈક કરે અને સજા બીજાને ભોગવવાની થાય.
5. ખોધો ડુંગર ને નીકળ્યો ઉંદર - મહેનત ઘણી કરી પણ પરિણામ શૂન્ય.
6. ખુદા મહેરબાન તો ગધા પહેલવાન - ઈશ્વરની કૃપા હોય તો નિર્બળ પણ બળ દાખવે.
7. ખુદા મહેરબાન તો ખલક મહેરબાન - ઈશ્વરની કૃપા હોય તો આખી દુનિયા આપણી બની જાય છે.
8. ખુદા મહેર તો લીલાલહેર - ઈશ્વરની કૃપા તો જીવને આનંદ આનંદ.
9. ખુશામત ખુદાને પણ પ્યારી છે - ખુશામત ભગવાનને પણ ગમે છે.
10. ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે? - અનુભવ ન કર્યો હોય તેને આનંદની ખબર કયાંથી?
11. ખાવું મનમાન્યું, પહેરવું જગમાન્યું - ખાવું પોતાને ગમે તે જ પરંતુ પહેરવેશ અંગે બીજા શું કહેશે તે ઘ્યાનમાં રાખવું.
12. ખાળે ડૂચા ને દરવાજા મોકળા - ખોટી કરકસર.
13. ખાડો ખોદે તે પડે - બીજાને હાનિ કરનાર ખુદ નૂકશાનમાં ઊતરે છે.
14. ખાડો ખોદે કોઈ ને પડે કોઈ - કોઈક નૂકશાન કરે અને કોઈક ભોગવે.
15. ખીચડીનું ઘી ખીચડીમાં જ - ઘરમેળે જ સરભર થઈ જવું.

No comments: