Thursday, March 13, 2008

ખેડૂતોના દેવાં-માફીથી સરકાર પર ૨૩,૦૦૦ કરોડનો જ બોજ

નાણામંત્રી પી. ચિદમ્બરમે નાના અને સીમાંત ખેડૂતોના રૃ. ૬૦,૦૦૦ કરોડનાં ધિરાણો માફ કરવાની જાહેરાતથી યુ.પી.એ. સરકાર ખેડૂતોના મત ખેંચી જશે એ ભ્રમે વિપક્ષોએ હોબાળો મચાવ્યો છે, તો કોલમિસ્ટોએ પણ જાતજાતના સવાલ ઉઠાવી નાણામંત્રીને પ્રશ્નો કરવા માંડયા કે, તમે આટલાં નાણાંની જોગવાઈ કેવી રીતે કરશો ?
પરંતુ રિઝર્વ બેંકના આંકડાઓનો અભ્યાસ કરતા જાણવા મળે છે કે, શિડયુલ્ડ બેંકો, સહકારી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોની કુલ મળીને રૃ. ૨૩,૦૦૦ કરોડથી અધિક રકમની લોનો ઓવરડયુ નથી. સરકાર પર આટલો જ બોજો આવવાનો છે.્ શિડયુલ્ડ બેંકોના ચોપડે ખેડૂતોની રૃ. ૧૦,૦૦૦ કરોડની લોનો ઓવરડયુ બોલે છે, એમાં નાના અને સીમાંત ખેડૂતોની તો રૃ. ૬,૦૦૦ કરોડની લોનો જ મુદત વીતી છે. બીજું, બેંકો એમની આવકોમાંથી અને નફામાંથી દર વર્ષે બેડ એન્ડ ડાઉટફૂલ ડેબ્ટ એટલે કે ડૂબત અને શકમંદ લેણાં પેટે જોગવાઈ કરતી જ હોય છે, એટલે જ્યારે લોન માંડવાળ કરવાની થાય ત્યારે એ રિઝર્વ ફંડમાંથી નાણાં ટ્રાન્સફર થઈ શકે છે.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ‘ટ્રેન્ડ એન્ડ પ્રોગ્રેસ ઓફ બેન્કિંગ ઇન ઇન્ડિયા’માંથી મેળવેલા આંકડાઓ દર્શાવે છે કે શિડયુલ્ડ બેંકોનું કુલ મુદતવીતી કૃષિધિરાણ રૃ. ૧૦,૦૦૦ કરોડ છે, જ્યારે પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું ઓવરડયુ કૃષિધિરાણ રૃ. ૩,૦૦૦ કરોડ છે, અને વિવિધ સહકારી બેંકોનું આવું લેણું કૃષિધિરાણ રૃ. ૨૫,૦૦૦ કરોડ છે. આ બધાનો સરવાળો રૃ. ૩૮,૦૦૦ કરોડ થાય છે.

No comments: