
તેમણે કહ્યું કે ઈ-ધરા હેઠળ ૭-૧૨, ૮-અ અને ગામ નમૂના નં.૬ની માર્ચ ૨૦૦૮ સુધીમાં ૪.૩૫ કરોડ નકલો અરજદારોને આપવામાં આવી છે. ૨૦૦૮-૦૯ના વર્ષમાં રાજ્યની તમામ નગરપાલિકાઓમાં ઈન્કમ્બરન્સ પ્રમાણપત્રો આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ યોજનાના પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ શહેરમાં ઓગસ્ટ-૨૦૦૭થી આ પ્રકારના પ્રમાણપત્રો તાત્કાલિક મળી રહ્યાં છે. મહાનગરપાલિકા વિસ્તારની બહુમાળી મિલકતોના મિલકત કાર્ડ (પ્રોપર્ટી કાર્ડ) તૈયાર કરવા રૃ. ૧ કરોડની જોગવાઈ કરાઈ છે. આ યોજનાથી શહેરી વિસ્તારોમાં રેકર્ડ ઓફ રાઈટ્સ તૈયાર થશે.
અત્રે નોંધનીય છે કે રાજ્ય સરકારે જાહેર કરેલી સૂચિત નવી જંત્રી સામે નાગરિકોમાં ભારે વિરોધ સર્જાયો છે અને નવી જંત્રીની દરખાસ્તોમાં ફેરફારો કરવા કે તેને મોકૂફ રાખવાની માગણી થઈ રહી છે. પરંતુ મહેસૂલ મંત્રીએ વિધાનસભામાં કરેલી સત્તાવાર જાહેરાતથી હવે સ્પષ્ટ થાય છે કે ૧લી એપ્રિલ -૨૦૦૮થી નવી જંત્રીના અમલ માટે સરકાર મક્કમ છે.
વિધાનસભામાં આજે મહેસૂલ વિભાગની માગણીઓ પરની ચર્ચામાં વિપક્ષ કોંગ્રેસના કોઈ પણ ધારાસભ્યે જંત્રીની દરખાસ્તોે સામે વિરોધ વ્યક્ત કર્યો ન હતો.
૧૦૦ વર્ષના ગાળા બાદ રાજ્યમાં પહેલી વખત જમીન માપણી કરાશે
ગુજરાતમાં ૧૦૦ વર્ષ પછી પુન: જમીન માપણીનું કામ મહેસૂલ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. જેની શરૃઆત જામનગર જિલ્લાથી શરૃ થશે.મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલે વિધાનસભામાં આજે જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ રાજ્ય સરકારે મહેસૂલ માટે મહત્ત્વની ગણાતી જમીન માપણીનું કામ હાથ ધર્યું ન હતું. ૧૦૦ વર્ષ બાદ આ કામગીરી માટે રૃ. ૨૧.૧૯ કરોડ ફાળવાયા છે. ૨૦૦૮-૦૯ના વર્ષમાં એક તાલુકાના ૪૨ ગામોનું રિ-સર્વેનું કામ હાથ ધરીને ડીઝીટલ નકશા અને કોમ્પ્યુટરરાઈઝડ સર્વે રેકોર્ડઝ તૈયાર કરાશે.
No comments:
Post a Comment